નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નાં ભાગરૂપે સૌ પ્રથમવાર ‘આફ્રિકા ડે’ની આજે 19 જાન્યુઆરીનાં રોજ ઉજવણી કરાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કરશે.
આ ઉદ્દઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આફ્રિકન સંઘના અધ્યક્ષપૌલ કાગમે સંબોધન કરશે. આફ્રિકાના 10થી 15 જેટલા મંત્રીઓ પણ આ આફ્રિકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આફ્રિકન દેશોના દિલ્હી ખાતેના આશરે 20 જેટલા રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ આ દિવસે ભાગ લેવાની સહમતિ દર્શાવી છે.
આ પ્રદર્શન આશરે ક્ષેત્રફળ 2,200 ચોરસમીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓએમના અરસપરસના રસ ધરવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયનનું પણ ઊભું કરાયું છે, જેમાં 54 આફ્રિકન દેશોમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઓ દર્શાવવામાં આવશે. આફ્રિકાના કુલ 54 દેશો પૈકીના 32 આફ્રિકન રાષ્ટ્રોએ આફ્રિકન પેવેલિયનમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. જોકે, હજુ પણ બાકીના કેટલાક દેશોની જોડાવાની અપેક્ષા છે. સુઝલોન, વેદાંત, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ વગેરે જેવી ભારતીય અગ્રણી કંપનીઓમાં ભાગ લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.