ઉંધતી સરકાર અચાનક જાગી હો. એવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોરોના મહામારીમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને ચા,પાણી સાથે બટાકા પૌવા,સેવ ખમણી,ઉપમા અને સેવ મમરાનો નાસ્તો રોજે રોજ મળી રહેશે. મહામારીમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને મહામારી સામે ફરજ દરમીયાન તેવો સ્વસ્થ રહી શકે તે માટે રાજ્ય સરકારે મહ્ત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યસરકાર અને ગૃહવિભાગે જારી કરેલા હુકમ મુજબ પોલીસ જવાન દીઠ ચા-નાસ્તાના રોજના રૂ.50નું ભથ્થુ જાહેર કરવામાં આવ્યું છે. આ માટેના બિલ જે તે પોલીસ સ્ટેશનના અધિકારીએ ઉપરી શાખામાં મોકલવા અને ચા નાસ્તો સપ્લાય કરનાર વેપારીના બેન્ક ખાતાની વિગત પણ આપવી પડશે.
ચા- નાસ્તો અને પાણી ફરજ પર રહેલા પોલીસ કર્મચારીને તેના બંદોબસ્ત પોઇન્ટ પર પહોંચાડવાની વ્યવસ્થા જે તે અધિકારી એ કરવાની રહેશે.આ સમગ્ર આયોજનમાં ડિશો કપ તેમજ અન્ય ફૂડ પાર્સલની વ્યવસ્થા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કરવી પડશે. આ આયોજન સાથે ડિશો, કપ અને પાણીની બોટલ વગેરેનો યોગ્ય નિકાલ થાય અને સ્વચ્છતા જળવાય તેની જવાબદારી પણ જેતે પોલીસ અધિકારીની રહેશે.