ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 34 કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં જ માત્ર 25 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 572 થઇ ગઇ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 34 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25 કેસ સામે આવ્યા છે જ્યારે વડોદરામાં 5 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં પણ કોરોનાના 3 કેસ જ્યારે પંચમહાલમાં 1 કેસ સામે આવ્યો છે. પંચમહાલમાં APMCમાં ચા વેચતા એક ભાઇનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ઘણા લોકોની અવર જવર રહેતી હતી જેને કારણે આ ચેપ લાગ્યો હોઇ શકે.
અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 25 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં મોટાભાગના હોટસ્પોટ એરિયામાં કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. જ્યારે અમદાવાદમાં ઓઢવ અને નવા નરોડામાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.