અમદવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે બે શખ્સની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુંબઇથી ટ્રાવેલ્સ બસમાં આરોપીઓ 1.469 કિલો મેથા એમફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. ટ્રાવેલ્સના કંડક્ટર જોડેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો ગોવાના વ્યક્તિ પાસેથી મંગાવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મઝહર હુસેન તેજાબવાલા અને ઇમ્તિયાઝ હુસેનની કરી ધરપકડ કરવામાં આવી છે. જો કે, આરોપીના ઘરે સર્ચ કરતા એક પિસ્ટલ અને ત્રણ કારતુસ પણ મળી આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે આ ઘટનામાં કુલ સાત લોકો સામે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.