વાયુ વાવાઝોડાને કરણે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં આજ રોજ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીઘો છે.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર, ઘાટલોડિયા, વેજલપુર, સેટેલાઇટ, એસ.જી. હાઇવે, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ગુરુવારે સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે શહેરીજનોએ ગરમીમાંથી રાહતનો શ્વાલ લીધો હતો.ો