અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હની ટ્રેપ મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મહિલા પોલીસ ઈન્સપેક્ટરની હની ટ્રેપ મામલે ધરપકડ કરી છે. મહિલા પોલીસ ઈન્સપેક્ટર ગીતા પઠાણની ધરપકડ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે, મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. બીજીતરફ એ મામલો પણ સામે આવ્યો છે કે જેમાં તેઓ એક ગેન્ગ જે હની ટ્રેપ દ્વારા વેપારીઓને ટાર્ગેટ કરતી હતી તેમની મદદ પણ કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે.હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં થયો મોટો ખુલાસો થોડાક દિવસો પહેલા હનીટ્રેપ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં મહિલા PI ગીતા પઠાણનું નામ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હનીટ્રેપ કેસ બાદ પીઆઇ પઠાણ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. PI ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે, બીજી તરફ પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, ઉલ્લેખનીય છે કે આ મહિલા પોલીસ અધિકારી પુર્વ પોલીસ સ્ટેશન ફરજા બજાવતા હતા.
