ગાંધીનગર: પોલીસ ડિપાર્ટમેન્ટ માં અગાઉ ખુબજ ચર્ચા માં રહેલા અને એન્કાઉન્ટર કેસ માં ગાજેલા નિવૃત્ત આઈપીએસ ડી.જી. વણઝારાને ગુજરાત સરકારે પાછલી અસરથી IG પદે પ્રમોશન આપ્યું છે. મે 2014માં નિવૃત્ત થયેલા વણઝારાને સપ્ટેમ્બર 2007ની તારીખથી ભરતી પામેલા ગણાશે. નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી રાજ્ય સરકારે વણઝારાને સસ્પેન્ડ કર્યા હતા. વણઝારાને આ પ્રમોશન સાથે પગાર વધારાનો પણ લાભ મળશે.
આમ તેઓ ને ફરી એક વખત પોલીસ ખાતા માં ફરજ બજાવવા ની તક મળી છે.
