રાજ્યમાં પડતી અંગ દઝાડતી ગરમીના કારણે અમદાવાદ કલેક્ટરે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી જનસેવા કેન્દ્ર સવારે 10.30એ શરૂ થતા હતા તે હવે રોજ ન વાગ્યે શરૂ થઇ જશે. જેનો અમલ આજથી જ કરી દેવાયો છે.
કાળઝાળ ગરમીમાં શહેરીજનોને બપોરે બહાર ન નીકળવું પડે તે માટે અમદાવાદ કલેક્ટર દ્વારા નિર્ણય લેવાયો છે. તમને જણાવી દઇએ કે, જનસેવા કેન્દ્ર આજ સુધી સવારના 10:30એ ચાલુ થતા હતા, જે હવે 9 વાગ્યે ખુલી જશે.