અતિવ્યસ્ત રહેતા અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની ફલાઇટોની સંખ્યામાં વધારો થતો જાય છે. ઇન્ડિગો એરલાઇને નવી ત્રણ ફલાઇટ શરૂ કરી છે. જેમાં નવા સેક્ટરમાં ચંડીગઢ, ભુવનેશ્વર અને જોધપુરનો સમાવેશ થાય છે. હવે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિદીન 250 ફલાઇટોના ટેકઓફ લેન્ડીંગ છે.

ગળાકાપ સ્પર્ધા વચ્ચે એરલાઇન કંપનીઓ લો ફેરમાં ટિકિટો આપતી હોવાનો લાભ મુસાફરોને મળે છે, ટ્રેન અને ફલાઇટની ટિકિટમાં મોટો તફાવત ન હોવાથી મુસાફરોની વિમાન માર્ગે જવાનું વધુ પસંદ કરી રહ્યા છે જેથી તેમના સમયનો પણ બચાવ થાય છે. આમ ઓવરઓલ ફલાઇટમાં જનાર મુસાફોરની સંખ્યા વઘી છે.

જેના કારણે એરલાઇન કંપનીઓ અમદાવાદથી નવા સેક્ટર પર ફલાઇટો ઓપરેટ કરી સુવિધા આપી રહ્યા છે. અમદાવાદથી સૌથી વધુ ફલાઇટો ઇન્ડિગો ઓપરેટ કરી રહી છે. ઇન્ડિગોએ પણ ત્રણ નવા સેકક્ટર ફલાઇટો શરૂ કરી છે,

જેમાં ભુવનેશ્વરની ફલાઇટ અન્ય કોઇપણ એરલાઇન કંપની ઓપરેટ કરતી ન હતી. જેથી મુસાફરોને અમદાવાદથી આ સેક્ટરનો લાભ મળી રહેશે એરલાઇન કંપનીને પણ પેસેન્જર લોડ મળી રહેશે. થોડા સમય પહેલા ઇન્ડિગોએ અમદાવાદથી ડાયરેક્ટ શીલીગુરીની ફલાઇટ શરૂ કરી હતી.