અમદાવાદમાં જજીસ બંગલો રોડ પર 24 ફેબ્રુઆરી 2013ના રોજ બહુચર્ચિત હીટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને 5 વર્ષની સજા સંભળવવામાં આવી છે.ત્યારે શાહે સજા માફીની અરજી પણ કરી હતી. જે આજ રોજ તેની અરજી પર ચૂકાદો આપશે. આ અરજી પર ચૂકાદા મામલે
હાઈકોર્ટની સિંગલ જજ બેંચ ચુકાદો આપી શકે છે.
અમદાવાદ ખાતે આવેલ જજીસ બંગલો રોડ પર 24 ફેબ્રુઆરી 2013ના રોજ એક BMW કારે બે લોકોને અડફેટે લેતા તેઓના મોત થયા હતા અને આ અક્સ્માત કરી શાહ ત્યાથી ફરાર થઇ ગયો હતો તેથી તેની સામે ગુંનો નોંઘી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને 5 વર્ષની સજા ફટકારી હતી. મૃતકન રાહુલ-શિવમના માતા-પિતાને 5-5 લાખ વળતર આપવા આદેશ પણ કર્યો હતો.
આ ઘટનાને લઇ છેલ્લા કેટલા સમયથી કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે કોર્ટે આ કેસમાં આરોપી વિસ્મય શાહને 5 વર્ષની સજા સંભળાવી હતી જેથી શાહે આ સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં સજા માફી માટે અરજી પણ કરી છે તેની અરજી પર આજે કોર્ટ ચૂકાદો આપશે.