અમદાવાદ માં જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેક્સ ની ટીમે પીપીટી કીટ પહેરીને મારેલા છાપા દરમ્યાન બીજા દિવસે રૂ.100 કરોડથી વધુના બિનહિસાબી રોકાણ થયા ના પુરાવા મળતા બે નમ્બર ની મોટી રકમ હાથ લાગવાની શકયતા છે સાથેજ ઇન્કમટેક્સ ની ટીમે રૂ. 69 લાખ રોકડા તેમજ 82 લાખના દાગીના અને 18 લોકર જપ્ત કર્યા છે. બીજા દિવસે ગ્રુપના પરિવારના સભ્યો ઉપરાંત કર્મચારીઓ, એકાઉન્ટન્ટના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. ગ્રુપની કંપનીઓ પાસેથી એટલો ઇ ડેટા મળ્યો હતો.
તપાસ માં આ ગ્રુપે મોટા પ્રમાણમાં કોઓપરેટિવ સોસાયટીના નામે જમીનો રાખી બેનામી મિલકત ઊભી કરી હોવાનું મનાય છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલના વિશ્વાસુ ભરત પટેલના ફ્લેટ પરથી દરોડામાં 150 કરોડથી વધુની મિલકતના સોદાના દસ્તાવેજ મળ્યા હતા. વિભાગે 96 કંપની અંગે આરોસીમાં તપાસ કરાવતા પરિવારના સભ્યો સિવાય બોગસ ડાયરેક્ટર હોવાનું ખૂલ્યું હતું.
ગ્રુપે 100 કરોડથી વધુ કિંમતની દુકાનો અને મકાનોનું રોકડમાં વેચાણ કર્યું હતું. આ ઉપરાંત રમણ પટેલ અને પરિવારના અન્ય સભ્યોના મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ અને કમ્પ્યૂટર જપ્ત કરાયા છે. ઇન્કમટેક્સ વિભાગે તમામના પાસવર્ડ મેળવી તપાસ હાથ ધરતા હવે મોટાપાયે બે નંબર ની મિલ્કતો અને રોકડ ના વહીવટ બહાર અવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
