અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ વગર સ્કૂલોએ શરૂ થયે ફીના ઉઘરાણા કર્યાં છે. એટલું જ નહી સ્કૂલો શરૂ થાય ત્યારે માસ્ક અને સેનેટાઇઝરના પૈસા પણ વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવશે તેવી હાલથી જાહેરાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતી કલોલની શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલએ નર્સરીથી લઈને ધોરણ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની અંદાજે રૂ.૫૦થી ૬૦ લાખ ફી માફ કરી છે. એટલું જ નહીં ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તેમની પ્રથમ સત્રની ફી માફ કરવા અંગે સ્કૂલોએ ઓફિશિયલી પત્ર જાહેર કર્યો છે.
