અમદાવાદ ગ્રામ્ય એલસીબી માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જગદીશ ચાવડા જુગાર નો અડ્ડો ચલાવવા માટે રૂ. 40 હજાર નો તોડ કરવા જતાં ભેખડે ભરાયા હતા અને ACB ની તપાસ દરમ્યાન લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ જગદીશ પાસેથી રૂ.84.68 લાખની બેનામી મિલકત મળી આવતા તેની વિરુદ્ધ ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ને રૂ. 25 હજાર પગાર છે અને આ કોન્સ્ટેબલે માત્ર 8 વર્ષની નોકરી ની આવકથી 129 ટકા વધુ સંપત્તિ વસાવી કેવી રીતે તે સવાલો ઉઠ્યા હતા. વિગતો મુજબ અગાઉ માંડલના કૌશિક ઠાકોરે વરલી મટકા જુગાર બંધ કર્યો હોવા છતાં મળતિયા દશરથ ઠાકોર સાથે તેના ઘરે જઈ જગદીશે 50 હજાર આપવા કહ્યું હતું બાદમાં 40 હજારમાં પતાવટનું નક્કી થયું હતું. જોકે કૌશિકે ફરિયાદ નોંધાવતા એસીબીએ છટકું ગોઠવી જગદીશને લાંચ લેતા ઝડપી લીધોહતો.
તપાસ દરમ્યાન જગદીશે
વેજલપુર, મોરૈયામાં ફ્લેટ ખરીદવા સહિત
જગદીશે પત્નીના નામે જીપ કમ્પાસ, વર્ના કાર વસાવી છે. વેજલપુરની બાજીગર સોસાયટીમાં ટેનામેન્ટ, મોરૈયાની કેસર સિટીમાં ફ્લેટ પણ રાખ્યો છે. તેના બેંક ખાતામાં 22 લાખની એફડી અને અન્ય બેંક ખાતાંમાંથી 15 લાખ મળી આવ્યા છે. એસીબીએ જગદીશ વિરુદ્ધ બેનામી સંપત્તિનો ગુનો દાખલ કર્યો છે.
LCBએ કોન્સ્ટેબલ જગદીશ ચાવડાના 1 એપ્રિલ 2012થી 8 જૂન 2020 સુધીના સમયગાળા દરમ્યાન વસાવેલી મિલકત અંગે 15 દિવસ સુધી તપાસ કરતા કાયદેસરની આવક કરતા 129.21 ટકા વધુ આવક મળી આવી હતી. જેમાં પોતાના, પત્ની અને પુત્રોના નામે બેન્ક ખાતાઓમાં 22 લાખની FD અને 15 લાખ બેલેન્સ મળી આવ્યું હતું. વેજલપુર બાજીગર સોસાયટીમાં 26 લાખનું ટેનામેન્ટ, મોરૈયા કેસર સીટીમાં 8 લાખનો ફ્લેટ તેમજ જીપ કમ્પાસ જેવી બે વૈભવી ગાડીઓ 34 લાખની કિંમતની મળી આવી હતી. આ તમામ મિલકતો વસાવવા માટે 8 વર્ષના સમયગાળા દરમ્યાન 83.42 લાખની રકમ જુદા જુદા ખાતામાં જમા કરાવેલી છે. જેનો જગદીશ ચાવડા કે તેમની પત્ની ખુલાસો આપી શક્યા ન હતાં. LCBએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આમ 8 વર્ષ માં બેનામી નાણું ઉભું કરનાર જગદીશ 40 હજાર ની લાલચ માં ભેખડે ભરાયા હતા અને પોલીસખાતા માં ચાલતા ભ્રષ્ટાચાર ને પણ ઉજાગર કર્યો છે.
