લોકડાઉનમાં સૌથી ખરાબ પરિસ્થિતિ હાલ પરપ્રાંતીયોની જોવા મળી રહી છે. જે લોકો બહારથી અહિંયા મજૂરી કરવા માટે આવ્યા હતા તે તમામ લોકોને હાલ રહેવા અને ખાવાના ફાંફાં પડી ગયા છે. ત્યારે આવા તમામ લોકોને હાલ અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલ ઇસ્કોન મોલમાં રહેવા માટેની સુવિધા આપવામાં આવી છે.
ગુજરાતમાં નાના મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનને પગલે નાના કામ કરતાં લોકો ગુજરાત છોડીને પોતાના વતન જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ અને તંત્રએ આવા લોકોને હંગામી રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અમદાવાદનો ઇસ્કોન મોલ આવા લોકોનું શેલ્ટર બન્યું છે. જે મોલમાં લોકોની અવર જવર કરતા હતા ત્યાં લોકોની રસ્તા પર રઝળતા લોકોને સાચવવામાં આવે છે. મોલમાં ગરીબીને પથારી પાથરવામાં આવી છે. 130 લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને જમવા અને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે અને અમદાવાદના અલગ અલગ જગ્યાએથી લેવામાં આવ્યા હતા.