અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા શહેરમાં હવે મેડિકલ સ્ટોર સવારે નવથી સાંજે પાંચ દરમિયાન જ ખૂલ્લાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોસસેલની દુકાનો સવારે દસથી બપોરે ત્રણ સુધી ખૂલ્લી રાખવાનો નિર્ણય કરાયો છ
અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે કે શહેરમાં આવેલા મેડિકલ સ્ટોર સવારે નવથી પાંચ દરમિયાન જ ખૂલ્લા રાખવામાં આવશે. ઉપરાંત હોલસેલ દુકાનો સવારે દસથી ત્રણ દરમિયાન ખૂલ્લી રહેશે. મેડિકલ સ્ટોર્સનેમોકલવામાં આવેલી માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દવાનો વેપાર સેવા સાથે સંકળાયેલો છે અને દવાની દુકાનોને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ અત્યારે સાવચેતી રાખવામાં આવે તે જરૃરી છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દુકાનને નિયમિતપણે સેનેટાઇઝ કરવા, ગ્રાહકોની ભીડ એકઠી ન કરવા તેમજ માસ્ક-ગ્લોવ્ઝ પહેરવાની સલાહ પણ આપવામાં આવી છે.