ડોનાલ્ડ ટ્રમ્પના આગમન સમયે એએમસી કામે લાગી ગયું છે અને તમામ રસ્તાઓના કામ કાજ આજે પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી આ તમામ રસ્તાઓને 24 ફેબ્રુઆરીએ ટ્ર્મ્પના રોડ શો દરમ્યાન બંધ રાખવામાં આવશે. જેને પગલે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને કાર્યક્રમમાં આવતા જતા લોકોને અગવડ ન પડે તે માટે 24 ફેબુ્રઆરી 2020ના રોજ સવારે 8 વાગ્યાથી ક્રાયક્રમ પુરો ન થાય ત્યાં સુધી મોટેરા તરફ જતા રસ્તા પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પોલીસ કમિશનર આશિષ ભાચીયાએ બહાર પાડયું છે.
જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડન્સી ટી થઈ મોટેરા સુધીનો માર્ગ, ન્યુ સી.જી.રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ અને કોટેશ્વર ટી થી સોમાનાથ ફાર્મ થઈ કૃપા રેસીડન્સી સુધીનો માર્ગ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરાયો છે. તે સિવાય દેવર્ષ ફ્લેટ ટી થી શરણ સ્ટેશન થઈ આશારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ, સરદાર પટેલ રીંગ રોડ પરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ, નોબલ ટી થી ઈન્દીરાબ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ અને શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ પર્તિબંધિત જાહેર કરાયો છે.
વૈકલ્પિક માર્ગ તરીકે એપોવો સર્કલ, તપોવન સર્કલ, વિસત ટી થી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી જનપથ ટી સુધીના માર્ગ પર અવરજવર કરી શકાશે. ઉપરાંત મોટેરા ટી થઈ રીંગ રોડ ઉપર અવરજર કરી શકાશે. નોબલ નગર ટી તરફથી નાના ચિલોડા રીંગરોડ તરફ તથા ગેલેક્ષી અંડરબ્રિજ તરફ અને નરોડા પાટીયા તરફ તથા શાહીબાગ ડફનાળાથી ઘેવર સર્કલ તરફ તથા શાહીબાગ અંડરબ્રિજ તરફ અવરજવર કરી શકાશે.