આજકાલ ગઠિયાઓ સ્માર્ટ થઈ ગયા છે અને લોકો સાથે મીઠી વાતો કરી ઓન લાઈન છેતરપીંડી કરવાના બનાવો વધી રહયા છે ત્યારે OLX ઉપર જે વસ્તુ ખરીદવી કે વેચવા સમયે માત્ર કેશ લેવાનો જ આગ્રહ રાખજો અન્યથા અજાણ્યો ગઠિયો તમારુ એકાઉન્ટ ખાલી કરી જશે.
અમદાવાદ ના એક મહિલા એ જ્યારે પોતાનો જૂનો કબાટ રૂ. 8 હજારમાં કબાટ વેચવા OLX ઉપર પોસ્ટ મૂકી અને કોઈ અજાણ્યો ગઠિયા એ મહિલા નો ક્યુઆર કોડ મેળવી લઇ મહિલાના ખાતામાંથી જુદા જુદા ટ્રાન્જેક્શનથી રૂ.93 હજાર પડાવી લેતા મામલો પોલીસ મથક માં પહોંચ્યો છે.
વિગતો મુજબ અમદાવાદ ના નારણપુરામાં રિદ્ધિ વિનાયક ટાવરમાં રહેતા સૌમિલ બકુલચંદ્ર રાણા (31) ટેકનિકલ સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. 5 ઓગસ્ટના રોજ સૌમિલના પત્નીએ ઓએલએકસ પર જૂનો લાકડાનું કબાટ વેચવાની જાહેરાત મૂકતા અજાણ્યા નંબર પરથી તેમના ઉપર ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ કિંમત પૂછતા સૌમિલનાં પત્નીએ 8 હજારમાં કબાટ વેચવાનું હોવાનું કહ્યું હતું. બીજા દિવસે તે જ વ્યકિતએ ઓનલાઈન પેમેન્ટની કરવાનું કહી સૌમિલના પત્નીના એકાઉન્ટમાં 1 રૂપિયા બાદ રૂ.5 હજારનું બીજું ટ્રાન્જેક્શન કરી તેણે ટ્રાન્જેક્શનના ક્યુઆર કોડ મેળવી સૌમિલના પત્નીના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્જેક્શનથી 93 હજાર ઉપાડી લીધા હતા આમ 8 હજાર નો જૂનો કબાટ ઓનલાઈન વેચવા જતા 93 હજાર ગુમાવવા નો વારો આવ્યો હતો. આ બનાવ અંગે નારણપુરા પોલીસ તપાસ કરી રહી છે.
