કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે રાજ્યમાં દિવસેને દિવસે પોઝેટીવ કેસની સંખ્યા વધતી જાય છે. આજ રોજ અમદાવાદમાં કોરોના પોઝેટીવ 45 વર્ષના પુરુષે જીવ ગુમાવતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં કુલ 55 પોઝેટીવ કેસ નોંધાયા છે અને પાંચ વ્યક્તિના મોત નિપજ્યા છે.
જો કે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાક દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. લોકોડાઉનનો કડક પણ અમલ કરાવવામાં આવી રહ્યો છે.