21મી સદીમાં દરેક વ્યક્તિ પાસે મોબાઇલ ફોન આવી ગયો છે. નવી નવી ટેકનોલોજીની સાથે સાથે ઓન લાઇન ખરીદી પણ વધી છે. આવો જ એક કિસ્સો ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી સાઇટ ઝોમેટોનો સામે આવ્યો છે. અમદાવાદમાં એક યુવકને પિત્ઝા 60 હજાર રૂપિયામાં પડ્યા હતા. ગઠિયાએ અમદાવાદના યુવક સાથે છેતરપીંડિ કરી રિફંડના નામે 60 હજાર રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા હતા.
અમદાવાદના થલતેજના સુરધારા બંગ્લોઝમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરન્ટ ધરાવતા રિષભ શાહે ઝોમેટોમાંથી બે પિત્ઝા મંગાવ્યા હતા.જોકે, ખરાબ પિત્ઝા આવતા તેને ઝોમેટો હેલ્પ લાઇનમાં ફોન કર્યો હતો. જોકે, તેમને ફોન ઉપાડ્યો નહતો. અજાણ્યા વ્યક્તિએ ઝોમેટોમાંથી બોલુ છુ કહી ફોન કર્યો હતો. રિષભે હેલ્પલાઇનમાંથી બોલતા હોવાનું માની રિફંડ માંગતા એક લિંગ મોકલી આપી હતી અને તેમાં વિગત ભરી મેસેજ કરો એમ કહ્યું હતું. મેસેજ કરતા તાત્કાલિક ખાતામાંથી 5 હજાર રૂપિયા કટ થઇ ગયા હતા.