લોકડાઉન 2 માં મુખ્યમંત્રી વિજય રુપાણીએ 20 એપ્રિલ બાદ ઘણા ઉદ્યોગોને શરૂ કરવા માટે મંજૂરી આપી છે. શહેરમાં 500થી વધારે ફેકટરીઓ ચાલુ કરવામાં આવશે. જેમાં હજારો ગરીબ લોકોને રોજી મળી રહેશે. મહાનગર પાલિકાની હદમાં આવતી કંપની શરૂ નહિ થાય. કલેક્ટર કચેરીમાં મંજૂરી માટે રાઉન્ડ ધ ક્લોક કામ ચાલુ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ફેક્ટરી અમદાવાદ જિલ્લામાં શરુ થશે. 15 દિવસમાં હજારો કંપની ધમધમશે. એન્સિલરી કંપનીઓ પણ ઝડપથી શરુ થશે.
ભાવનગરમાં 28 ઔધોગિક એકમોને આવતીકાલથી પોતાનું કામકાજ શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રએ મંજૂરી આપી છે. સરકારના નિયમો અને ગાઈડલાઈન મુજબ કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કોઈ સુચનાનું પાલન નહી કરવામાં આવે તો મંજૂરી રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે.