અમદાવાદ ની સિવિલ હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન એક વયોવૃદ્ધ પાકિસ્તાની દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોહમ્મદ આમીન અફઝલ અહેમદ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી ભૂજ જેલમાં કૈદ હતો. જ્યાં તેની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. તેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત માં ખાસ સુધારો થયો ન હતો.પરિણામે વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. હતો. પણ ઉત્તરોત્તર તેની તબિયત બગડી રહી હતી. છેવટે ગુરુવારે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતાં. હોસ્પિટલ સત્તાવાળાઓ એ પોલીસ કાર્યવાહી કરી તેના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.