ડીઝલ-પેટ્રોલના ભાવમાં કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ સામે આવ્યા બાદ હવે આજે પેટ્રોલ-ડીઝલના ભાવ માં કોઈ પરિવર્તન આવ્યું નથી. સતત 21 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવ વધારો થયા બાદ આજે રાહત મળી છે.
શહેર પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
અમદાવાદ 77.88 77.81
દિલ્હી 80.43 80.53
મુંબઈ 87.19 78.83
ચેન્નઈ 83.63 77.72
કોલકાત્તા 82.1 75.64
આજે 22મા દિવસે ભાવ વધારો કરાયો નથી. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 77.88 રૂપિયા તથા ડીઝલનો ભાવ 77.81 રૂપિયા છે. ગઈકાલે સોમવારે ડીઝલ 13 પૈસા મોંઘું અને પેટ્રોલના કિંમતમાં 5 પૈસાનો વધારો થયો હતો.