BJP સંસદિય દળના નેતા અને પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે ત્યારે તેઓ ગાંધીનગરમાં માતા હીરાબાના આશીર્વાદ અચૂક લે છે. નરેન્દ્ર મોદી તેમની માતા સાથે બહુ રહ્યા જ નથી. પરંતુ જ્યારે પણ તેઓ તેમના માતાના આશીર્વાદ લેવા આવે છે ત્યારે માતા-પુત્રના વ્હાલના દ્રશ્યો સૌ કોઈને ભાવુક કરે છે. દેશ-દુનિયામાં જે વ્યક્તિ અસામાન્ય છે તે જ્યારે માતાને મળે છે ત્યારે બિલકુલ સામાન્ય વ્યક્તિ બની જાય છે. બીજી વખત લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી પદનામિત પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલી વખત ગુજરાત પધાર્યા છે. શપથ પહેલાની ગુજરાત મુલાકાતમાં મોદી પોતાનાં માતા હિરાબાનાં આશીર્વાદ લેવા ગાંધીનગર આવ્યા છે.
સુરત દુર્ઘટના વિશે દુખ વ્યક્ત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાને કારણે હું ખુબ વ્યથિત હતો. આ ઘટના ખરેખર કોઈ પણ વ્યક્તિને કંપાવી દે તેવી છે.પીડિત પરિવાર માટે જેટલી કરુણા દાખવીએ એટલી ઓછી છે.