અમદાવાદમાં પોલીસે ટ્રાફિક ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું શરુ કરી દીઘું છે. જે લોકો નિયમોના ભંગ બદલ ઈ-મેમો નથી ભરતા તે લોકોના હવે લાયસન્સ રદ કરી દેવામાં આવશે અને તે તમામ લોકોની એક યાદી બનાવી પોલીસે RTOને મોકલી આપી છે. જેમાં 20થી પણ વધુ વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા છે
અમદાવાદમાં ટ્રાફિક દ્વારા જે લોકોના ઈ-મોમો પાંચથી વધુ બાકી છે તેઓ સામે કાર્યવાહી કરવા માટેની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આવા વાહનચલાકો પાસેથી દંડની વસુલાત કરવા માટે સ્પેશિયલ ડ઼્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે વાહન ચાલકે ઈ-મેમો નથી ભરી રહ્યા તેવા લોકોના લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.