મહામારીમાં પણ લોકોની સેવામાં ખડેપગે ઉભેલા એવા પોલીસ જવાન માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી પોલીસ જવાનો ત્રણ શિફ્ટમાં કામ કરશે. જણાવી દઈએ કે, અગાઉ પોલીસકર્મી 12-12 કલાકની શિફ્ટમાં કામ કરતા હતા.
12-12 કલાક કામ ફરજ બજાવતા પોલીસકર્મીઓની વેદના સાંભળી શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યુ કે, પોલીસ જવાનો હવે ત્રણ શિફ્ટમાં કામ કરશે.
પોલીસ કમિશનરના નિર્ણય મુજબ પોલીસકર્મીઓને બે શિફ્ટ પછી 24 કલાકનો આરામ આપવામાં આવશે. શહેર કમિશનરના આ નિર્ણય પછી પોલીસ અધિકારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે. કમિશનરના નિર્ણયથી પોલીસ બેડામાં આનંદનો માહોલ છવાયો છે અને તેમના નિર્ણયને વધાવ્યો છે.
જણાવી દઈએ કે, અત્યાર સુધી પોલીસના અઘિકારીઓ 12-12 ક્લાકની બે શિફ્ટમાં પોતાની ફરજ બજાવતા હતા. જેના કારણે તેઓ પૂરતુ આરામ કરી શકતા ન હતા. પરંતુ નવા નિર્ણય પછી બે શિફ્ટની નોકરી બાદ પોલીસકર્મીઓને 24 કલાકનો આરામ મળશે.