અમદાવાદમાં પોલીસે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે અને તમામ લોકો પાસેથી ફરી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે ગતરોજ નારાયણપુરામાં HSRP અને તૂટેલી નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. ફલેટ કે દુકાન બહાર પાર્ક કરેલા વાહનોની નંબર પ્લેટ ચેક કરવાનું પણ શરૂ કરી દીધું છે. જેથી તમામ વિસ્તોરના નાગરિકોમાં આ અંગે ભારે રોષ જોવા મળ્યો હતો.
નારણપુરા, ઘાટલોડિયા, સોલા રોડ,ગુરૂકુલ રોડ,વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોની સોસાયટીના તેમજ ફલેટ કે દુકાનોની બહાર પાર્ક કરેલા વાહનોની નંબર પ્લેટ ચેક કરીને દંડ ફટકારી રહી છે. એક તરફ નવી HSRP નંબર પ્લેટ હલકી ગુણવત્તાની છે કે, થોડા સમયમાં નંબર પ્લેટના આંકડા ભૂસાઇ જાય છે. નારણપુરા વિસ્તારમાં અંકુર વિસ્તારમાં રાત્રીના સમયે ખાણી પીણીની દુકાનો મોડી રાત્રી સુધી ધમધમતી હોવાને કારણે જાહેર રોડ પર આડેધડ વાહનો પાર્ક કરેલા હોય છ. જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને અડચણ ઉભી થાય છે.