અમદવાદમાં આજ રોજ ટ્રેનિંગ લઈ રહેલા PSI દેવેન્દ્ર સિંહે આપધાત કરી લેતા પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી હતી. તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વાકારવાની ના પાડી દીધી છે અને સખત કાર્યવાહી અને ન્યાય માટે માંગ કરી છે.
મળતી માહિતી પ્રમાણે પોલીસ એકેડમીમાં ટ્રેનીંગ લઈ રહેલા 2017 ની બેંચના PSI દેવેન્દ્ર સિંહે આપઘાત કરી લેતા હોબાળો મચી ગયો છે. PSI એ સ્યુસાઈડ નોટમાં DYSP એન.પી.પટેલના ત્રાસથી કંટાળીને આપધાત કરી લેવાનું કબૂલ્યું છે. પરિવારજનોનો આરોપ છે કે તેમને હજી સુધી સ્યુસાઈડ નોટ આપવામાં આવી નથી. સખત કાર્યવાહીની માંગ સાથે પરિવારજનોએ પોલીસ કમિશનર એ.કે.સિંઘની મુલાકાત લીધી હતી.
પોલીસે પરિવારજનોને આ ઘટનામાં સખત કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. અંતે પરિવારજનો મૃતદેહ સ્વાકારવા તૈયાર થયા હતા પણ તેમણે લેખિતમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે.