કોરોના વાયરસ વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના મહત્વના કહી શકાય તેવા વિસ્તારોમાં કમોસમી માવઠુ પડ્યું હતું. વરસાદની સાથે ભારે વીજળીના કડાકા પણ થયા હતા. જેના કારણે ઉનાળામાં શિયાળા જેવો માહોલ પરિવર્તિત થઈ ગયો હતો.
હવામાન વિભાગ દ્રારા આગાહી વ્યક્ત કરવામાં આવી તે પછી અમદાવાદમાં સાઈક્લોન સિસ્ટમ સક્રિય થઈ હતી. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના પરિણામે ઘણા ખરા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો કેટલાક લોકો ઉનાળામાં વરસાદની હેલી પડવાથી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.