રાજયમાં કોરોના વાયરસના કહેરની અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઇને અસમંજસ છે. સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. તો બીજી તરફ મંદિર અષાઢીબીજની રથયાત્રાને લઇને તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે. ત્યારે વડોદરા ખાતે નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે વડોદરામાં 39 વર્ષમાં પ્રથમ વખત રથયાત્રા રદ્દ થશે. જ્યારે અમદાવાદની રથયાત્રાને રદ્દ કરવા અંગે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.