દેશમાં હાલ લોકડાઉન ની સ્થિતિ છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિય ના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરનાર છે જેમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે. આ અગાઉ 27 માર્ચના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તે 5.15 ટકાથી ઘટીને 4.4 ટકા કરવામાં આવ્યો છે. રેપો રેટ એ હોય છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે માટે રેપો રેટ ઘટવાથી બેંકોનો લોન ખર્ચ સસ્તો થશે અને તેનાથી લોન લેનારાઓનો હપ્તો પણ સસ્તો થવાની શક્યતા રહેલી છે આપ સૌ ના સસ્પેન્સ નો 10 વાગ્યે અંત આવી જશે.
