અમદાવાદના શાહીબાગ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં 14 નોકરીદાઓનાં પ્રતિનિધિ હાજર રહ્યા હતા. તો બીજી તરફ 700 કરતા વધારે નોકરી વાંચ્છુક ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યાં હતા. રોજગાર કચેરીનાં કાઉન્સિલરોએ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન આપ્યું હતું. કંપનીના એચ આર મેનેજરે સંકુલમાં ઈન્ટરવ્યું અપાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. તેઓને તેમની પસંદગી કંપનીમાં રોજગાર લેવા અનુરોધ કર્યો હતો. એસ આર વિજયવર્ગીયએ યુવાનો સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર બને તે માટે સ્વરોજગાર યોજનાની માહિતી આપી હતી. સરકારના નવ વિભાગમાં મળતી લોન સહાય, સબસિડીની માહિતી પત્રીકા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને બેકેબલ બાજપાઈ યોજના હેઠળ મલતી સબસિડી તથા લાભની વિસ્તારથી માહિતી આપી હતી.
