અમદાવાદની ઓળખ દણાતી સાબરમતી નદીને ખાલી કરવામાં આવી રહી છે. વાસણા બેરેજના દરવાજાનું સમારકામ કરવામાં આવતું હોવાથી નદી ખાલી થઈ રહી છે.
મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી નદીનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં સવાલ એ પણ છે કે જ્યારે ખેડૂતોએ સિંચાઈના પાણીની માગ કરી હતી. ત્યારે તેમના માટે પાણી છોડાયું ન હતું, પરંતુ હવે દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી નદી ખાલી કરવામાં આવી રહી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.