અમદાવાદ શહેરમાં જે રસ્તા પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પસાર થવાના છે તેને ધ્યાનમાં રાખી તે રસ્તા પરના તમામ લારી,ગલ્લા અને દુકાનોને સીલ મારી દેવામાં આવી છે. જયારે વાંદરા,કુતરા અને નીલગાયને પણ પકડી પાંજરે પુરવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ તેમની પત્ની મેલાનિયા સાથે બે દિવસીય ભારતની મુલાકાતે ગુજરાતના અમદાવાદની મુલાકાતે આવનાર છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરને સુંદર બનાવવા માટે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રસ્તા પરના તમામ ઝુંપડાઓને એક દિવાલ ઉભી કરી તેને છુપાવી દેવામાં આવ્યા છે. જયારે એરપોર્ટ પરથી વાંદરા પકડવાની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે અને તમામ વાંદરોઓને દાહોદ ખાતે મુકી દેવામાં આવ્યા છે.