અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજથી એટલે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી એટલે કે 7 દિવસ સુધી કાંકરિયા અલગ-અલગ સ્ટેજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરીયા ખાતે ડિસ્કવરી રાઇડની દુર્ઘટનાના 7 મહિના બાદ રાઇડ્સ બંધ કરવામાં આવી હતી. હવે 68 માંથી 47 રાઇડ શરૂ કરવામાં આવશે. આ 47 રાઇડને સેફ્ટી ઇન્સ્પેક્શન બાદ જ મંજૂરી આપવામાં આવી છે.
કાંકરિયા કાર્નિવલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવજીવનને કોઇ પ્રકારનું નુકશાન ન થાય તે માટે 10 કરોડનો વિમો લેવાયો છે. છેલ્લા 11 વર્ષથી ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ ખાતે 10 લાખ લોકો આવે છે. કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થશે.