આજથી એસટી અને સીટીબસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે સોસઇયલ ડિસ્ટનિસિંગનું પાલન થાય તે હેતુથી બસોની સીટો પર સ્ટીકર લગાવવામાં આવ્યા છે. અમદાવાદના વાડજ AMTS બસ ટર્મિનલ પરથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. પરંતુ બસમાં સવાર થતાં મુસાફર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે તંત્ર દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. બસની સીટો ઉપર અહીંયા બેસવું નહી તેવા સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જેથી મુસાફર બેની સીટમાં એક પેસેન્જર બેસી શકે.
