ગુજરાતમાં પણ દિન-પ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.. જો કે હવે કોરોના વાઈરસે હોટસ્પોટ શહેર બદલી નાંખ્યું છે. અમદાવાદની જગ્યાએ સુરત નવું હોટ સ્ટોપ તરીકે સામે આવી રહ્યું છે. ગઈકાલની જ વાત કરીએ તો, રાજ્યમાં પ્રથમ વખત એવું થયું જ્યારે એક જ દિવસમાં અમદાવાદ કરતાં સુરતમાં વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોય. સોમવારે રાજ્યમાં નવા 620 પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાં અમદાવાદથી 197 કેસ અને સુરતથી 199 કેસ સામે આવ્યા હતા.
અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવતા હતા. જો કે છેલ્લા એકાદ અઠવાડિયાથી અમદાવાદમાં ધીમે-ધીમે પોઝિટિવ કેસો ઘટી રહ્યા છે. જ્યારે પહેલાની સરખામણીમાં સુરતમાં નવા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.