વિખ્યાત ગુજરાતી લેખક અને દુનિયાને ઊંઘા ચશ્માના સર્જક તારક મહેતનાના પત્ની ઈન્દુ તારક મહેતાનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થયું છે. અગાઉ 1 માર્ચ 2017ના ઉચ્ચ કક્ષાના હાસ્યલેખક, નાટ્યકાર એવા પદ્મશ્રી તારક મહેતાનું નિધન થયું હતું. ત્યારબાદ ઈન્દુબહેન એકલવાયુ જીવન વિતાવી રહ્યા હતા. આજરોજ અમદાવાદ ખાતે ઈન્દુબહેનનું 76 વર્ષે નિધન થયું છે જેને પગલે તેમના સ્વજનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. તેઓ તેમની પાછળ પુત્રી ઈશાની અને બે પૌત્રને વિલાપ કરતા છોડી ગયા છે.
તારક મહેતાનો ઈન્દુબેન સાથે સૌપ્રથમ પરિચય મુંબઈમાં થયો હતો. ઈન્દુબહેનને તારક મહેતાના તમામ એવોર્ડ્સ અને અચિવમેન્ટ્સની તારીખો મોઢે રહેતી હતી. ઈશાની મહેતા તારક મહેતાના પ્રથમ પત્ની ઈલાબહેનના પુત્રી છે. તેઓ અમેરિકા સ્થાયી થયા છે. ઈન્દુબહેન સમગ્ર જીવન દરમિયાન તારક મહેતાને વ્હાલથી મ્હેતા કહીને જ બોલાવતા હતા.