લોકડાઉન-4 ના ભાગરૂપે હવે તંત્ર દ્વારા છેલ્લા એકાદ સપ્તાહથી ટેસ્ટની સંખ્યા પર નિયંત્રણ કરવામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. આમ, 4 મેના અમદાવાદમાં પ્રતિ ટેસ્ટમાં સરેરાશ 15.50 ટકા પોઝિટિવ કેસ નોંધાતા હતા જ્યારે 15મેની સ્થિતિ જોવામાં આવે તો 1045 ટેસ્ટ સામે 25 ટકા કેસ પોઝિટિવ આવેલા છે.
આમ, ટેસ્ટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં કેસમાં વધારો બરકરાર છે. આ સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં શુક્રવારે 1700થી વધુ ટેસ્ટ કરાયા હોત તો 400થી વધુ કેસ આવ્યા હોત તેમ ચર્ચાઇ રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી 52 હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે.
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં ટેસ્ટ અને કેસની સ્થિતિ
તારીખ ટેસ્ટ કેસ
– 15 May 261 1045
– 14 May 265 1240
– 13 May 292 1503
– 12 May 267 1227
– 11 May 268 1398
– 10 May 278 1724
– 09 May 280 1672
– 08 May 279 1660
– 07 May 275 1643
– 06 May 291 1709
– 05 May 349 1605
– 04 May 259 1671