અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં અઢળક પક્ષીઓના મોત થયા હોવાના એહવાલ સામે આવી રહ્યા છે. ત્યારે કાલે સાંજ સુધીમાં આશરે 700થી વધારે પક્ષીઓ પતંગની દોરીના કારણે ઈજા ગ્રસ્ત થયા હતા જેમાંથી લોકોએ 650 જેટલા પક્ષીઓના બચાવી લીધી હતા અને 60થી વધારેના મોત થયા છે.ત્યારે બાપુનગરમાં પારેવડા ગ્રૂપ દ્વારા પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં ઉતરાયણના દિવસોમાં કેટલાક પક્ષીઓ મોતને ભેટ્યા છે તો કેટલાક પક્ષીઓને ઈજાઓ થતા તેઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 5 દિવસમાં 2659 પક્ષીઓ સમગ્ર શહેરમાં ઘાયલ થયાં હતાં. ઘાયલ પક્ષીઓમાં કબૂતર, સમડી, મોર, ઘુવડ જેવા પક્ષીઓ વધુ છે. ઘાયલ થયેલા પક્ષીઓને બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને શહેરના અન્ય 9 સેન્ટરમાં સારવાર આપવામાં આવી છે. બીજી તરફ બુધવારે સાંજે બાપુનગરમાં પારેવડા ગ્રૂપ દ્વારા પતંગની દોરીથી મૃત્યુ પામેલાં પક્ષીઓની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.