અમદાવાદમાં વર્ષે ૨૦૧૩ થી “ફ્લાવર શો ” નું આયોજન કરવામાં આવે છે ત્યારે ૮માં ફ્લેવર શો પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા ફલાવર શો બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. ત્યારે ફ્લાવર શો ની આવક અંદાજિત ૨ કરોડ ૫૫ લાખ થી વધુ થઈ છે અને ૧૫ દિવસમાં ૮ લાખથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શો ની મુલાકાત લઈ ચુક્યા છે.
” ફ્લાવર શો 2020 ” નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવમાં આવ્યું હતું. ત્યારે ફ્લાવર શો માં વિવિધ સ્કલ્પ્ચર અને સેલ્ફી પોઈન્ટ અને અવનવા ફૂલો જોવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા હતા અને ૧૫ દિવસમાં ૮ લાખા કરતાં વધુ મુલાકાતીઓ દ્વ્રારા ફ્લાવર શો ની મુલાકાત લેવાઈ હતી.
ફ્લાવર શો ની છેલ્લી તારીખ ૧૯ જાન્યુઆરી હતી જેમાં મુલાકાતીઓનો અભૂતપૂર્વ ઘસારો જોતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા મેયર ને સમય લંબાવવાની વાત તેમજ એન્ટ્રી ફ્રી માં કરવાની વાત કરવામાં આવી હતી જેને લઈને ફ્લાવર શો ૨ દિવસ લંબાવવામાં આવ્યો છે.
ચાલુ વર્ષે ફ્લાવર શો થી AMC ને અંદાજિત ૨ કરોડ જેટલી આવક થઈ છે . ૧ કરોડ ૯૩ લાખ ટિકિટ ના વેચાણ થી આવક થઈ છે. ફૂડ કોર્ટમાં સ્ટોલ ની આવક ૫૫ લાખ રૂપિયા થઈ છે તો ૨૦ લાખ નર્સરી અને ૫૫ લાખ સ્ટોલના ભાડા થી આવક થઈ છે તો વળી ૨૧ લાખ રૂપિયાની જાહેરાતની આવક એએમસી ને થઈ છે ત્યારે ૧૯ તારીખે ૪૦ હજારની આવક થઈ હતી. ચાલુ વર્ષે રિવરફ્રન્ટ ઉપર આવનાર મુલાકાતીઓ માટે એક એપ બનાવવામાં આવી હતી જેમાં જોઈ ને ક્યાં પાર્કિંગ ની જગ્યા ખાલી છે તે જોઈ શકતું હતું તો આ એપની મદદ થી અંદાજિત ૧ લાખ લોકો એ પાર્કિંગ એપનો ઉપયોગ કરીને ફ્લેવર શોની મુલાકાત લીધી છે.
અમદાવાદ ના ફ્લાવર શો ને એટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે કે CM વિજય રૂપાણી એ આ ફ્લાવર શો રાજકોટ માં યોજવાની પણ વાત કરી છે જેને લઈને આ માસના અંતમાં ફ્લાવર શો રાજકોટ ખાતે પણ યોજાવવાનો છે.