અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માથાભારે અને વોન્ટેડ એવા 54 વર્ષના રાજુ ગેંડી રૂપચંદ ક્રિશ્નાને તેના સરદાર નગર સર્કલ સ્થિત સિંધી કોલોનીમાં આવેલા તેના ઘરેથી ઝડપી લઈ તેને હાલ કૃષ્ણ નગરએ ડિવિઝન માં રખાયો છે જયાં જલસા કરી રહ્યો હોવાની માહિતી છે ત્યારે બુટલેગર
રાજુનું દારૂનું નેટવર્ક ખૂબ મોટું છે અને છેલ્લા 35 વર્ષથી દારૂનો ગેરકાયદે ધંધો કરતો હોવાનું ખુદ પોલીસની પ્રેસનોટમાં જણાવ્યું છે.
આ એક સત્તાવાર લેખિત નિવેદન છે અને તેના ઉપરથી સાબિત થાય છે અમદાવાદમાં દારૂનો ધંધો બિન્દાસ થાય છે અને પોલીસને દારૂબંધી નો અમલ કરાવવામાં કોઈ રસ નથી ઉલટાનું દારૂમાંથી કેટલાયના ખિસ્સામાં આવક થઈ રહી છે પરિણામે આવા ભ્રષ્ટ લોકોએ દારૂબંધી કાયદાને મજાક બનાવી દીધો છે અને તેથીજ બુટલેગરો અને તેમના માણસો દાદાગીરી કરે છે મિડીયા સાથે પણ પંગો લઈ રહયા છે.
આરોપી રાજુ અગાઉ દારૂ તેમજ મારામારીના 100થી વધુ ગુનાઓમાં જુદા જુદા પોલીસ મથકમાં ઝડપાઇ ચુક્યો છે.
રાજુ 18 થી વધુ વખત પાસા હેઠળ જુદી જુદી જેલોમાં જઈ આવ્યો છે.
સરદાર નગર ઔડા શોપીંગ કોમ્પ્લેક્ષમાં નીરજ સિંધીની દુકાનમાં સ્ટેટ વિજિલન્સ સ્કોડ દ્વારા અગાઉ તા.22/6/2023ના રોજ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો તેમાં રાજુ વોન્ટેડ હતો.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજુને ઝડપી લેવામાં આવ્યો છે અને એરપોર્ટ પોલીસની ભુમકા સામે પણ સવાલો ઉઠ્યા છે કારણકે વિજિલન્સ રેડ કરે ત્યાં સુધી એરપોર્ટ પોલીસ શુ કરતી હતી?
એરપોર્ટ પોલીસ હદ વિસ્તારમાં રાજુનું મોટું વર્ચસ્વ છે અને ખુલ્લેઆમ તેના માણસો દારૂનો ધંધો કરી રહયા છે જે એરપોર્ટ પોલીસને આ દેખાતુ નથી.
એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ રશ્મિન દેસાઈના રાજમાં બુટલેગરો બેફામ બન્યા છે અને દાદાગીરી ઉપર ઉતરી રહયા છે.
વહીવટદારો દિલીપ વાઘેલા અને સુરેન્દ્ર સિંહ સામે પણ સવાલો ઉઠ્યા છે અને આ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર મહેરબાન હોવાનું સામે આવી રહ્યું છે.
કુખ્યાત રાજુ ગેંડીની ક્રાઈમ બ્રાન્ચે ઉંચકી લીધો અને હવે એરપોર્ટ પોલીસમાં તેને કોઈ આંચ આવે તેમ નહિ હોવાનું કહેવાય છે કારણ કે આ વિસ્તારમાં તેનું દારૂના કનેક્શન મોટું હોવાનું કહેવાય છે જે માણસ 35 વર્ષથી ધંધો કરતો હોય તેની કુંડળી ખુદ પોલીસ લખતી હોય ત્યાં દારૂબંધીનો પોલીસ કેટલો અમલ કરાવે છે તે વાત સમજવા જેવી છે.
અમદાવાદમાં દારૂનો ધંધો કરનારા સામે કડક કાર્યવાહી નહિ કરી દારૂબંધીના અમલમાં પોલીસને કોઈ રસ નહિ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ઉપરી અધિકારીઓ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે તપાસ કરી પગલાં ભરે તે જરૂરી છે.
સત્યડે આ અંગે અભિયાન ચાલુ રાખશે અને જે જે લોકો આ મેટરમાં ઇનવોલ હશે તેને ખુલ્લા પાડી જનતા વચ્ચે ખુલ્લા પાડવામાં આવશે