અમદાવાદ શહેરના ઇશનપુર વિસ્તારમાં વહેલી સવારે એકસાથે ત્રણેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દૂધ ભરેલું વાહન પણ હતું. અકસ્માતને પગલે દૂધ ભરેલા વાહનમાંથી હજારો લીટર દૂધ રોડ પર રેલાઈ ગયું હતું.
વહેલી સવારે અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્રણેય વાહનના ચાલકોને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 બોલાવવામાં આવી હતી અને ત્રણેય વહન ચાલકને હોસ્પિટલ ખસેડવમ આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.