અમદાવાદમાં ગઈ કાલે એક દુર્ઘટના બનવા પામી હતી. આ મામલે મળતી માહિતી પ્રમાણે ગઇકાલે એટલે રવિવારે બાવળા વિસ્તારમાં આવેલા શાહી દર્શન ચાર રસ્તા નજીક શાળાની બાજુમાં ગટરનું કામ ચાલતું હતું. જેમાં સફાઇકર્મીઓનાં પગ લપસતા આ દુર્ઘટના ઘટી હતી. મૃતક સફાઇ કર્મીઓનાં નામ અમિત મકવાણા, રાજુભાઈ વાળા વાલ્મીકી, રાકેશભાઈ પટેલ છે. આ દુર્ઘટનાની જાણ સ્થાનિકોને થતાંની સાથે જ તેમને પોલીસ અને 108 એમ્યુલન્સને જાણ કરી દીધી હતી. મૃતકોનાં ઘરમાં જાણ થતાં મૃતકોનાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાલ આ મૃતકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે ગત જુનમાં પણ આવી ગોઝારી ઘટના સામે આવી હતી જેમાં એક સફાઇકર્મીનું મોત નીપજ્યું હતું. અમદાવાદના જમાલપુર વિસ્તારની રિયાઝ હોટલ પાસે એએમસી દ્વારા ડ્રેનેજ ક્લિનિંગનું કામ ચાલતું હતું. ગટર સાફ કરતા સમયે એક સફાઇકર્મીનું ગટરના ગેસના કારણે ગુંગળામણથી મોત નીપજ્યું હતું. સફાઇકર્મીના મોતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને સફાઇકર્મીના મૃતદેહને વીએસ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પરિવારે આ સરકાર પાસે સહકારની માંગ પણ કરી હતી