શહેરના એસ.જી.હાઈવે પર ગોતા બ્રિજ ઉપર સોમવારે બપોરે ટ્રાફિક પોલીસના ASIની કાર અને બોલેરો જીપ ટકરાતાં બે પોલીસકર્મી સહીત ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે.. અકસ્માત સર્જનાર પોલીસકર્મી હોવાથી તેણે બચાવવા માટે સોલા પોલીસે ભરપૂર ધમપછાડા કર્યા હતા. આખરે છ કલાક બાદ ASI સામે ગુનો નોંધાયો હતો
અમદાવાદના એસ.જી.હાઈ-વે ૧ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ASI વિનોદભાઈ બપોરના સુમારે કાર લઈને જમવા માટે વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ગોતા બ્રિજ ઉપર સહજાનંદર ટ્રાવેલ્સની ONGCમાં કોન્ટ્રાક્ટ પર ભાડે મૂકેલી જીપ ચાંદખેડા ONGCથી કારગિલ પેટ્રોલપંપ તરફ આવી રહી હતી. એ સમયે ASIએ પોતાની કાર પૂરઝડપે હંકારી રહ્યા હતા.
તે દરમિયાન સ્ટિયિરંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડીવાઈડર કૂદીને સામેથી આવતી બોલેરો જીપ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ASI તેમજ તેમની સાથેનો એક પોલીસ કર્મી તેમજ ONGC જીપના ચાલકને પણ ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ જીપચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો.