ચોમાસાની શરૂઆત થઇ જતા ફલાઇટોના શેડ્યુલ પર અસર થઇ રહી છે. આજે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આજે 10 ફલાઇટના શેડ્યુલ ખોરવાયા હતા જેમાં ચાર ઇન્ટનરનેશનલ ફલાઇટનો પણ સમાવેશ થાય છે. જેના કારણે મુસાફરોના પ્રવાસ બગડી રહ્યો છે.
અમદાવાદથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટરની 10 ફલાઇટો તેના નિર્ધારીત સમય કરતા મોડી ટેકઓફ થઇ હતી જેમાં એર એરિબિયાની શારજહા જતી ફલાઇટ સવારે 5:15ના બદલે 6:17 વાગે એર ઇન્ડિયાની અમદાવાદ-દિલ્હીની ફલાઇટ 7:10ના બદલે 8:09 વાગે રવાના થઇ હતી જ્યારે સ્પાઇસજેની ઉદેપુર જતી ફલાઇટ 11:45ના બદલે 1:20 વાગે તેમજ ઇન્ડિગોની મુંબઇ જતી 12:30ની ફલાઇટ 1:17 વાગે ગો એરની પણ મુંબઇ જતી ફલાઇટ 1:50ના બદલે 2:36 વાગે ઇન્ડિગોની દિલ્હી જતી ફલાઇટ પણ 2:20ના બદલે 3:16 વાગે ટ્રુ જેટની નાસિક જતી ફલાઇટ 2:50 ના બદલે 5:20 વાગે એટલે કે બે કલાક મોડી રવાના થઇ હતી.

અન્ય ગો એરની ગોવાની ફલાઇટ પણ સાંજે 6:15ના બદલે 7:19 વાગે તેમજ ટ્રુ જેટની ઇન્દોરની ફલાઇટ સાંજે 6:30ના બદલે 8:22 પ્રસ્થાન થતા મુસાફરોના ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. આમ આ ફલાઇટ એક કલાક મોડી પડી હતી, જયારે સ્પાઇસજેટની જબલપુરની ફલાઇટ પણ દોઢ કલાક તેમજ એર ઇન્ડિયાની ચેન્નાઇની ફલાઇટ સવારે 7:45ના બદલે 8:39 વાગે રવાના થઇ હતી.

ઇન્ડિગોની મુંબઇની ફલાઇટ એક કલાક બેંગ્લોરની ફલાઇટ સવા કલાક અને ગોવાની ફલાઇટ દોઢ કલાક જ્યારે નાસિક જતી ટ્રુ જેટની ફલાઇટ બે કલાક મોડી પડી હતી.ઇન્ડોગની દિલ્હી જતી ફલાઇટ પણ સાંજે 5:40ના બદલે 6:55 વાગે રવાના થઇ હતી. જ્યારે એર ઇન્ડિયાની દિલ્હીની ફલાઇટ પણ 6:50ના બદલે 8:11 વાગે ટેકઓફ થઇ હતી. આમ ફલાઇટોના શેડ્યુલ ખોરવાતા મુસાફરોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો.