શહેરનાં બાવળા ચાંગોદર રોડ પર ઇકો, વેગનઆર અને એસન્ટ કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે મહિલાઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં છે અને અન્ય 4 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત છે. આ 4 સહિત 11 લોકોને નજીકનાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે બાવળા ચાંગોદર રોડ પર એસન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહી હતી. તે દરમિયાન અચાનક આ કારનું ટાયર ફાટી ગયુ હતું. ટાયર ફાટતાની સાથે જ સામેથી આવતી ઇકો અને વેગનઆર સાથે અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.