નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે સર્વશ્રેષ્ઠ કલેકટર નો એવોર્ડ જેને મળેલો એ જ વિજય નહેરાની બદલી રૂપાણી સરકારે AMC કમિશનર થી રૂરલ ડેવલપમેન્ટ બોર્ડમાં કરી દીધી.
વિજય નહેરા એક બાહોશ ,હોશિયાર ,કર્મઠ અને ઈમાનદાર અધિકારી છે.એ તો રૂરલ ડેવલપમેન્ટ બોર્ડમાં પણ ઉમદા કામ કરશે..વાત અહીં એ છે કે સરકાર સરાસર જુઠૂઠું બોલી છે..
આમ તો વિજય નહેરા એ AMC કમિશનર નું પદ સંભાળ્યું ત્યારથી જ કેટલાક નેતાઓ અને જેમની મલાઈ બંધ થઈ ગઈ એવા કેટલાક લોકોને આંખમાં કણા ની જેમ કૂચતા હતા..અને હટાવવાનો પ્રયાસ પણ કરાયો પણ વ્યાપક જન સમર્થન જોતા સરકારની હિંમત ન હાલી.કોઈ અધિકારી ને આટલું જનસમર્થન ભાગ્યે જ મળે છે.
કોરોના ની આડ લઈ સરકારે પહેલા તો એમને કોરોનાની અસર થઈ હોઈ શકે એમ કહી ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇનમાં રાખ્યા…આજે જ્યારે ૧૪ દિવસ પુરા થયા એટલે બદલીનો લેટર એમના હાથમાં પકડાવી દીધો..મતલબ કે ક્વોરન્ટાઇન એ નાટક હતું..
કહેવાય છે કે અમદાવાદમાં વધતા કેસ રોકવામાં નહેરા નિષ્ફળ ગયા માટે એમની બદલી કરાઈ..સાચી વાત છે લોકોના આરોગ્ય બાબતે ક્યાંય કાચું કપાયું હોય તો કાર્યવાહી થવી જ જોઈએ..પણ ફક્ત અધિકારી વિરુદ્ધ જ કેમ શોભના ગાંઠિયા જેવા નિષ્ફળ મંત્રીઓ પણ રાજ્યમાં વધતા મૃત્યુદર અને અપૂરતા ટેસ્ટિંગ માટે જવાબદારી સ્વીકારી રાજીનામુ કેમ નથી આપતા ?
IAS બનવા જેટલી મહેનત કરવી પડે છે એટલી નેતા બનવા નથી કરવી પડતી..અને બુદ્ધિની બાબતમાં તો જમીન આસમાન નો ફરક હોય છે..જ્યાં સુધી આવા અભણ નેતાઓના હાથમાં ભણેલાઓની કમાન રહેશે ત્યાં સુધી તો નેતાઓ સિવાય કોઈનું કલ્યાણ નથી થવાનું.
અને યાદ રાખજો હવે વર્ષો જશે ને કોઈ વિજય નહેરા નહીં આવે..