ગુજરાતના ઠગ કહો કે અમદવાદના બંટી અને બબલીએ 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. બન્ને ભાગી ગયા છે. બંટી(વિનય શાહ) અને બબલી( પત્ની ભાર્ગવી શાહ)એ ફરાર થઈ જતા અમદવાદમાં ચકચાર મચી ગઈ છે. અનેક લોકોના રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપી બંટી અને બબલી રફૂચક્કર થઈ જતાં પોલીસ દોડતી થઈ જવા પામી છે.
260 કરોડનુ ફુલેકુ ફેરવનારા વિનય શાહ અને ભાર્ગવી શાહે સ્યુસાઇડ નોટ વાયરલ કરીને ફરાર થઈ ગયા. આ સ્યુસાઇડ નોટથી સનસનાટી મચી. કારણ કે એક મોટા માથાઓના નામ પણ આ નોટમાં લખવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી તમામ મોડસ ઓપરેન્ડીથી અલગ છે, પરંતુ કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખ્યાના મરે. શુ છે સમગ્ર મામલો આવો જોઈએ, જાહેરાતના નામે કૌભાંડ.
વિગતો મુજબ અમદાવાદના થલતેજમાં ઓફિસ ખોલીને લોકોને કરોડોમાં નવડાવી દીધા છે. થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં ઓફિસ ખોલી હતી. વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશ નામથી ઓફિસ ખોલી ઠગ દંપતીએ એકના ડબલ કરવાની લાલચ આપી હતી.
આરોપી હાલ નેપાળમાં છે. તેમજ તેની પત્ની દીલ્હીમાં છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યો છે. આ ઠગ દંપતી સાથે અગાઉ એક ફરિયાદીએ સમાધાન કરી લીધુ હતુ.
માહિતી મુજબ વલર્ડ ક્લેવરેક્ષ સોલ્યુસન નામની કંપની ખોલી હતી અને જેના નીચે www.archercare.net અને www.archercare.org નામની બે પેટા કંપની ખોલી હતી. આ કંપનીમાં લોકોને મેમ્બર બનાવવામાં આવતુ હતુ અને તેમના અલગ-અલગ આઈડી અને પાસવર્ડ આપવામાં આવતુ હતુ. આ આઈડી ખોલી તેમને માત્ર જાહેરાત જોવાનુ કામ હતુ અને જે મેમ્બર જાહેરાત જોવે તેમના વેબસાઈટ પર રુપિયા જમા થતા હતા અને ત્યાર બાદ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. આની સાથો સાથ અલગ-અલગ ત્રણ સ્કીમો પણ આપવામાં આવી હતી. આ આઈડી મેળવવા માટે 4500,9500 અને 25000ની સ્કીમ લેવુ ફરજિયાત હતુ..
આ સ્કીમમાં એવું હતું કે જે મેમ્બર 4500નું લે તેમને 10 મહિના રકમ ડબલ અને 400 વાર તેમની જાહેરાત પણ વેબસાઈટ પર ચાલશે. 9500નુ સ્કીમ રાખે તો 12 મહિનામાં રકમ ડબલથી વધારે અને 900 વાર તેમની જાહેરતા ચાલે, અને 25000નુ સ્કીમ લેવા પર 14 મહિનામાં 72 હજાર અને 2500 વાર જાહેરાત ચલાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે મેમ્બરને જાહેરાત જોવાના,ચલાવવા અને કમિશનની સાથે રકમ ડબલ કરવાની સ્કીમ આપવાની વાત કરવામાં આવી હતી..ફરિયાદીનુ આક્ષેપ છે કે આરોપીઓએ લોકોને મોટી-મોટી મલ્ટીનેશનલ કંપનીનુ જાહેરાત તેમની પાસે આવે છે તેમ કહી છેતરતા હતા.
વિનય શાહ દ્વારા આ ઠગ કૌંભાડ બાબતે 11 પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારો પર આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં કરોડોના તોડ કર્યાના આક્ષેપ સાથેની આરોપીની ચિઠ્ઠી સામે આવી છે. ઠગનો દાવો છે કે તેની પાસે કરોડો ચુકવ્યાના ઓડિયો – વીડિયો રેકોર્ડિંગ છે.
વિનય શાહે લખેલી નોટમાં ઉચ્ચ અધિકારીને પ્રોટેક્શન મની પેટે રૂ.50 લાખ ચુકવ્યા હોવાના પુરાવા પણ છે. તથા મીડિયામાં સમાચાર નહીં આપવા પત્રકારોને રૂ.21 લાખ ચુકવ્યા હોવાનો પણ દાવો આ ઠગ કરી રહ્યો છે. ઠગ વિનયે પોતાના ગ્રાહકોના માધ્યમથી સોશિયલ મીડિયામાં આ ચિઠ્ઠી વાયરલ કરી છે.