અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા વિવિધ શાખાના કર્મચારીઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે તા.૧૫ એપ્રિલને સોમવારે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. ટપાલ મતપત્રથી આ કર્મચારીઓ તેમનો મત આપી શકશે.
આ માટે અમદાવાદના તમામ ૨૧ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન મથક ઉભું કરાયું છે. મતદાન સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી કરી શકાશે. નોંધપાત્ર છેકે ગત તા.૧૨ અને ૧૩ એપ્રિલના રોજ પોલીસ, એસઆરપીએફ, હોમગાર્ડસ, એસઆરપી જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરાઇ હતી