શહેરના ખોખરા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે. ખોખરામાં આવેલા પરિષકાર ફ્લેટના 13માં માળેથી મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. નીચે એક વૃદ્ધ પર ઉભા હતા, તેના પર મહિલા પટકાઈ હતી. જેથી આ વૃદ્ધનું પણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા છે. અમરાઈવાડી પોલીસને જાણ થતાં પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
